પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે
વાદળાની વચ્ચે
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.
મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?
પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યુંછે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી
મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…!
હું જાણું છું તારે’યઘણાયને પૂછવું પડે એમ છે.
જલ્દી કરજે
ભગવાન…સમય બહું ઓછો છે
તારી પસે…અને મારી પાસે પણ…!
લી.
એક શાળાનો ગરીબ વિદ્યાર્થી
Showing posts with label કથા. Show all posts

Monday, April 19, 2010
Tuesday, May 12, 2009
નાનાં પગલાંથી મોટી સિધ્ધિ મળે છે.
ચાણકય ઘણી વાર પ્રજામાં શું ચાલી રહ્યું છે એ જાણવા વેશપલટો કરી નીકળતા. આવી રીતે એક વાર તે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રાજધાની છોડી દૂરના ગામડે જઈ પહોચ્યા. રાત પડી ગઈ હતી. રાતવાસો કરવો પડે તેમ હતો. એક ખેડૂતને ત્યાં જઈ ચાણકયે રાત માટે આશ્રય માગ્યો. બ્રાહ્મણ અતિથિને ખેડૂતે આવકાર્યા.
ખેડૂતે ઘરમાં કહ્યું, ‘‘બ્રાહ્મણ અતિથિ આંગણે આવ્યા છે. એમને ભૂખ્યા ન સુવાડાય. જલદી જલદી કંઈ રસોઈ બનાવી નાખો.’’ ખેડૂતની વહુએ ઝડપથી ભાત અને બટાટાનું રસાદાર શાક બનાવી નાખ્યું. ખેડૂતે ચાણકયને જમવા બોલાવ્યા. પ્રજામાં રહેલી આતિથ્યભાવના જોઈ ચાણકય રાજી થયા. હાથ-મોં ધોઈ તે ભોજન કરવા બેઠા. ખેડૂતના વૃધ્ધ માજીએ ગરમાગરમ ભાત પીરસ્યો. કેળના પાન પર જાણે ભાતનો નાનો ડુંગર! તેના પર ગરમ ફળફળતું શાક નાખ્યું. ખાવા માટે ચાણકયે ભાતના ઢગલાની ટોચ પર હાથ નાખ્યો. ગરમ ભાત અને શાકથી તેમની આંગળીઓ દાઝી ગઈ અને એમણે એકદમ હાથ પાછો ખેંચી લીધો.
માજીએ કહ્યું, ‘‘તમે અમારા મંત્રી ચાણકય જેવા લાગો છો. ચાણકય હંમેશા બીજા દેશના કેન્દ્રમાં રહેલી રાજધાની પર પહેલા હુમલો કરે છે. આથી પાછા પડે છે. તમે જેમ હાથ ખેંચી લીધો તેમ ચાણકયનું સૈન્ય પણ પાછું ફરે છે. છેડાનાં નાનાં નાનાં ગામ પર શરુઆતમાં હુમલો કરવો જોઈએ. તમે પણ નીચેના ભાત પહેલા આરોગો, પછી વચ્ચે પહોંચો. એમ કરશો તો પૂરતો ગરમ ભાત મજાથી જમી શકશો.’’
માજીનું ડહાપણ જોઈ ચાણકય ચકિત થઈ ગયા. ચાણકયે બોધપાઠ લીધો. હંમેશા નાનાં નાનાં પગલાંથી શરુ કરવું જોઈએ. એમ કરીએ તો મોટી સિધ્ધિ મેળવી શકાય.

Labels:
કથા,
કાઠિયાવાડ ની વાતોં,
ચાણકય,
વાર્તા,
સમજણ
ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.
ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્યા તે એમને ગમ્યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.
એક- બે દિવસ પછી રાજા શિકારે ઊપડ્યા. સુખવીરે પસંદ કરેલા સૈનિકો સાથે ભાઈ સુખવીર પણ જોડાયો હતો.? એક પડાવ નાખી, આસપાસ વાડ બાંધી બધા રહ્યા. રાજા શિકાર માટે નીકળ્યા. રાત પડાવ ગઈ. રસ્તો જડતો નહોતો. એમને થયું કે ભાઈ અને સૈનિકો તેમને શોધતા શોધતા આવશે, પણ કોઈ આવ્યું નહીં. થાકીને રાજા સૂઈ ગયા. ત્યાં ફરતલ ફરતલ વનનો રાજા સિંહ આવી ચડ્યો. સિંહ રાજાને સૂંઘવા લાગ્યો. તેની ઘરઘરાટીથી રાજા જાગી તો ગયા, પણ કાંઈ થઈ શકે તેમ નહોતું એટલે ઊંઘવાનો ડલળ કરી પડી રહ્યા. સિંહે રાજાની આંગળી સૂંઘી ત્યારે લોહીની ગંધ આવી ઘાયલ થયેલા કે બીજાએ ઈજા કરેલા ભક્ષ્યને સિંહે ખાતો નથી. એટલે લોહી સૂંઘી સિંહ ચાલ્યો ગયો. રાજાએ આ બધું જોયું. મંત્રીએ આંગળીની ઈજા વિશે કહેલું સાચું પડ્યું. સવારે એ પડાવનો તાલ બહારથી જ સાંભળતા રહ્યા. અંદર સુખવીર સૈનિકો સાથે રાજાની ગેરહાજરીમાં રાજધાની પર હુમલો કરવાની યોજના કરતો હતો. રાજા તરત જ પોતે એકલા રાજધાની પહોંચ્યા. બીજા સૈનિકો સાથે તેમણે પડાવ પર હુમલો કર્યો. સુખવીર અને સૈનિકોને કેદ કર્યા.
રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’ ગુણવીર નામે પરાક્રમી રાજા હતો. તેના મંત્રી સુકેતુને કારણે તેનો રાજવહીવટ સારી રીતે ચાલતો હતો. સુકેતુ શાણો, વિશ્વાસપત્ર, વફાદાર અને કુશળ હતો. તે ખૂબ શ્રધ્ધાળુ શિવભકત પણ હતો. તેને રાજાના ભાઈ સુખવીર વિશે શંકાઓ હતી, પણ પુરાવાને અભાવે તે કંઈ બોલતો નહીં. એક દિવસ અકસ્માતથી રાજા ગુણવીરની આંગળી ચિરાઈ ગઈ. ખૂબ લોહી વહ્યું. તરત જ દવાનો લેપ લગાડી આંગળીએ પાટો બાંધ્યો. આ આપત્તિ માટે સુકેતુએ કહ્યું, ‘‘જે થાય તે સારા માટે’’ રાજા ચિડાઈ ગયા. તેમની પીડા માટે મંત્રી આવું બોલ્યા તે એમને ગમ્યું નહીં. તેમણે મંત્રી સુકેતુને જેલમાં પૂરવાનો હુકમ કર્યો. જેલમાં જતાં મંત્રી સુકેતુ રાજાને સૂચવતા ગયાઃ ‘‘તમારા ભાઈ સુખવીરથી ચેતતા રહેજો.’’ પોતાના ભાઈ વિશે આવી વાણીથી રાજા વધારે ચિડાયા.

રાજાએ મંત્રી સુકેતુને મુકત કર્યા. તેમનાં કહાપણનાં વખાણ કર્યા ને ઈનામ આપ્યું. પછી મંત્રીને પૂછયું, ‘‘મારી આંગળી ચિરાઈ તે તો સારા માટે સાબિત થયું પણ તમારો જેલવાસ કેવી રીતે સારા માટે કહેવાય?’’ મંત્રીએ જવાબ આપ્યોઃ ‘‘મારા ગામમાં મારે? શિવમંદિર બાંધવું હતું, પણ પૈસા નહોતા. હવે તમે આપેલા ઈનામમાંથી મંદિર બનાવીશ. ખરેખર ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.’’

Friday, May 1, 2009
ગુજરાત રાજ્ય દિવસ - ૧લી મે ૧૯૬૦
આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન
અને મે દિન અથવા મજૂર દિન
ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત.
ઈ.સ. ૧૯૬૦ માં "મહાદ્વિભાષી રાજ્ય" - બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે ૧ લી મે ૧૯૬૦ ના દિવસે ઉદઘાટન થયું હતું. ઈ.સ. ૨૦૧૦ માં ગુજરાત રાજ્ય સ્થાપનના ૫૦ વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.
આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.
આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં ૧-૫-૧૮૮૭ ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે
આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને. ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે.
૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવે છે. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા - ગુજરાત નું આયોજન છે.
આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે…
આપને સૌને અશ્વિન પઢિયાર તરફ થી…
જય ગુજરાત…

Wednesday, March 25, 2009
એક સપનુ ભગવાન સાથે...
એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.
સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો. આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.
બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.
અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો
ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ.
તે ઈશ્વર પર નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’
ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’
‘તો પછી.’
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે.
એ વખતે મેં તને તેડી લીધેલો.

સાહિત્ય
Subscribe to:
Posts (Atom)