શ્રાવણ માસની વદ આઠમના દિવસે રાત્રિના બાર વાગ્યે મથુરાનગરીના કારાગારમાં વસુદેવની પત્ની દેવકીના કૂખે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો એ સાથે જ એક નવા યુગની શરૃઆત થઈ એમ કહી શકાય. કારણ કે જ્યારે ચારેબાજુ દાનવી અને પાશવી વૃત્તિએ જોર પકડયું હતું ત્યારે શ્રીકૃષ્ણનો જન્મ એ દૈવીવૃત્તિના ઉદયને સૂચવે છે. ભગવાન શ્રીકૃષ્ણે રાક્ષસી વૃત્તિના કંસ, જરાસંધ જેવા દુષ્ટ લોકોનો સંહાર કરી સમાજમાં ફરી દૈવી શક્તિનો સંચાર કરવા પ્રયત્નો કર્યા હતા. અંધકારમય યુગને ખતમ કરવા જન્મેલી દૈવી શક્તિ એટલે જ શ્રીકૃષ્ણ. મહાભારતના યુદ્ધમાં કૌરવો - પાંડવો વચ્ચેની ધર્મ - અધર્મની લડાઈમાં પાંડવોના પક્ષે રહીને તેમને વિજય અપાવવામાં મદદ કરીને ધર્મની સ્થાપના કરી અને ભારતીય સમાજ માટે સંદેશ મોકલાવેલ છે કે હંમેશા સત્ય અને ધર્મનું આચરણ કરો.
શ્રીકૃષ્ણનું જીવન જ એવું ઉદાત્ત અને કલ્યાણકારી હતું કે જેના કારણે સામાન્ય પ્રજાજનને એવું લાગતું હતું કે કૃષ્ણ મારા જ છે. રાજા હોય કે રંક, શ્રીકૃષ્ણ સૌને માટે સરખા હતા. તેનો સાચો અનુભવ પાંડવોને તો થયો જ હતો તો ગરીબ મિત્ર સુદામાને પણ થયો હતો. મુરલીધરે જે દિવસે સંસારમાં પગરવ પાડયા તે વખતે જ વાદળોનો ગડગડાટ થતો હતો. વીજળીના કડાકા બોલતા હતા અને મુશળધાર વરસાદ તૂટી પડયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કંસ જેવા અત્યાચારી રાજાનાં દમનમાંથી સમાજને છોડાવવાની સૌ પ્રતિક્ષા કરી રહ્યું હતું ત્યારે જ કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કોને આનંદ ન થાય ?
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી
પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષ પહેલાં જ્યારે ધરતી પર કૃષ્ણ પધાર્યા ત્યારે મથુરા અને ગોકુળની પ્રજા આનંદમાં આવી ગઈ હતી. કારણ કે તેમની મુક્તિનો તારણહાર તેમની સાથે હતો. સર્વ દુઃખો ભૂલી જઈને લોકો કૃષ્ણમય બની ગયા તે ઉત્સવ એટલે જન્માષ્ટમી. હજારો વર્ષથી ભારતીય સમાજ કૃષ્ણ જન્મોત્સવને ઉજવીને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી રહ્યો છે. કૃષ્ણભક્તિ એટલે સત્ય અને ધર્મ પ્રત્યેની સાચી નિષ્ઠા. શ્રીકૃષ્ણ આજે પણ આપણા સૌના પથદર્શક છે અને જીવન ઉદ્ધારક છે. કારણ કે ભારતીય સમાજ જીવનમાં કૃષ્ણ જેવો કોઈ આધ્યાત્મિક, નૈતિક કે પછી રાજકીય રીતે ઉત્તમ પુરુષ થયો નથી. કૃષ્ણનું સમગ્ર જીવન સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે જ ગયું હતું. તેઓ હંમેશા ધર્મના પક્ષે રહ્યા અને અસુરોનો સંહાર કરતા રહ્યા.
શ્રીકૃષ્ણમાં એવી ગજબની આકર્ષણ શક્તિ હતી જેનાથી સૌ તેમના પ્રત્યે આકર્ષાતા હતા. કૃષ્ણે ગોવાળિયાઓને ભેગા કરીને તેમનો પ્રેમ જીતી લીધો હતો. તેમણે પોતાના જીવન થકી સામાન્ય લોકોને બોધ આપ્યો કે કર્મ, સત્ય અને નિષ્ઠા હશે તો જીવનમાં જરૃર આગળ વધી શકશો. પ્રભુ તમારી પાછળ ઊભા રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ અન્ય લોકોના કલ્યાણ અર્થે તો ધરતી પર અવતર્યા હતા. તેમની હયાતીથી માનવીઓ, પશુ - પંખીઓ અને તમામ જીવો આનંદિત હતા. આજે પણ જન્માષ્ટમી આવતા સૌ આનંદવિભોર બની જાય છે. ચારેબાજુનું વાતાવરણ કૃષ્ણમય બની જાય છે. જન્માષ્ટમીના દિવસે ભારતમાં કોઈ એવું શહેર કે ગામ બાકી નહીં રહે જ્યાં કૃષ્ણને યાદ કરવામાં ન આવે. જેમ ભગવાને સૌના દિલ જીતી લીધા હતા તેમ જન્માષ્ટમીનું પર્વ પણ કરોડો હિન્દુસ્તાનીઓના હૃદયોને પુલકિત કરી દે છે.
શ્રીરામ અને શ્રીકૃષ્ણ ભારતને જોડનારા મહાપુરુષો છે. રામે ઉત્તરથી દક્ષિણ ભાગને જોડયો તો શ્રીકષ્ણ દ્વારા પૂર્વથી પશ્ચિમ ભાગ જોડાયો છે. રામ અને કૃષ્ણ વગર ભારતની કલ્પના થઈ શકે નહિ. બંને કલ્યાણકારી હતા. છતાં પણ તેઓની ભૂમિકા થોડી જુદી હતી. રામે પરિવાર એકમને પકડીને સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. જ્યારે કૃષ્ણે સમાજના જુદા જુદા એકમો પકડીને સમાજનું નિયમન કર્યું. સમાજના વિકાસ કાર્યની વચ્ચે જે કોઈ આવ્યા તે બધાને સીધા કરી નાખ્યા હતા. જ્યારે દુર્યોધન, કંસ, કાલવયન, નરકાસુર, શિશુપાલ, જરાસંધ જેવા આસુરી તત્ત્વો લોકોને રંજાડી રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણે ધર્મ અને નીતિનું સુદર્શન ચક્ર હાથમાં લઈને અસુરોનો સંહાર કર્યો હતો. સંસ્કૃતિપ્રેમી પાંડવોના તેઓ સદાને માટે માર્ગદર્શક બની રહ્યા. અર્જુનના રથની જેમ તેના જીવનરથને પણ પ્રભુ જ સંભાળતા હતા. કટોકટીના પ્રસંગે અને કપરા કાળમાં તેઓ પાંડવોને ઉગારી લે છે. જરૃર પડયે ધર્મને ખાતર તેઓ પાંડવોને જેવા સાથે તેવાની નીતિ પણ અજમાવવા કહે છે. કારણ કે તેઓ રાજનીતિજ્ઞા પણ છે.
જગતનો ઈતિહાસ હંમેશા પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રીકૃષ્ણે કરેલો છે. ભગવદ્ ગીતામાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિનું અને નિવૃત્તિનું માધ્યમ તેમણે આપેલું છે. તેમણે જીવનનો કર્મયોગ સમજાવ્યો છે તેથી જગદ્ગુરુ સ્થાન પર બિરાજે છે. ભક્તિ અને જ્ઞાાન જેણે જીવનમાં અપનાવ્યા છે એવા નિષ્કામ કર્મયોગીની સમજણ ગીતામાં શ્રીકૃષ્ણે આપેલી છે. ગીતાનું જ્ઞાાન સૂતેલા વ્યક્તિને બેઠો કરે છે. સાવ નંખાઈ ગયેલ વ્યક્તિમાં પણ ચૈતન્ય પૂરવાની તાકાત તેનામાં રહેલી છે. આજે ચેતનત્વ ગુમાવી બેસેલા સમાજે ફરી બેઠો થવા ગીતાના વિચારને જીવનમાં ઊતારવાની જરૃર છે. કૃષ્ણનું એ દિવ્ય ધ્યેય જીવનમાં આવવું જોઈએ. ત્યારે જ કૃષ્ણ મુરલી વગાડીને બધી પ્રવૃત્તિઓને રાસ લેતી કરશે.
આજે આખું જગત કૃષ્ણના વિચારોને સ્વીકારવા તૈયાર છે. કૃષ્ણે પ્રત્યેક ક્રિયામાં પ્રાણ પૂર્યા છે. રમતમાં જીવન ભરનાર અને જીવનને રમત બનાવનાર એટલે શ્રીકૃષ્ણ. કૃષ્ણ એટલે કલ્યાણ, આનંદ અને જીવનની સુગંધ. જેના જીવનમાં કૃષ્ણનો પ્રવેશ થયો હોય તેનું જીવન આનંદમય જ બની જાય છે. જેણે ટૂંકા ગાળામાં જ જીવનનો મર્મ બતાવેલ છે તે પરમાત્મા શ્રીકૃષ્ણના જન્મદિવસ પર્વના રોજ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ તો આપણું જીવન ધન્ય બની જાય.
સૌજન્ય :સંદેશ
Showing posts with label ચારિત્ર્ય. Show all posts
Showing posts with label ચારિત્ર્ય. Show all posts
Thursday, September 2, 2010
Wednesday, June 10, 2009
શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે...

એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
પ્રાણ પ્યારૂ છે રે અમને અતિશય વ્હાલુ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
ઇલોરગઢ જેવુ ગામ
તેમા વિશ્વકર્મા પ્રભુજીનું ધામ છે… (2)
એવુ શ્રી દાદાજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
બ્રહ્મા લેશે તમારૂ નામ
વિષ્ણુ લેશે તમારૂ નામ રે… (2)
શિવજી ભજશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
રન્નાદે લેશે તમારૂ નામ
સરસ્વતી લેશે તમારૂ નામ રે… (2)
ગાયત્રી જપશે તમારા નામ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે
દેવો કરશે જય જય કાર
પાંચે પુત્રો લાગે પાય રે… (2)
અમને શરણે લેજો આજ, અમને પ્રાણ પ્યારૂ છે
એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારૂ છે.
Labels:
કાવ્ય,
ચારિત્ર્ય,
પ્રાથના,
ભજન,
વિશ્વકર્મા
Thursday, April 9, 2009
જય શ્રી હનુમાન

હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
હનુમાનજીનુ ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે "શંકર સુવન" "વાયુપુત્ર" અને "કેશરી નંદન" પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.
શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.
હનુમાન જયંતીનો પર્વ ભારતમાં વિક્ર્મ સંવત/શક સંવત ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ માનવવામાં આવે છે.
ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનુ નાનુ-મોટુ મંદિર અથવા મુર્તિ ન હોય. સત્યતો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમા વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે. હનુમાનજીનુ કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!
"देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥"
દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.
Friday, April 3, 2009
મર્યાદા પુરૂષોતમ શ્રી રામ - રામનવમી

ભારતીય લોક સંસ્કૃતિમાં રામ અને કૃષ્ણ સર્વમાન્ય દેવતા છે. આ બંને ઈશ્વરીયા મહાપુરુષો એ ભારતીય સંસ્કૃતિમાં જે અમીટ છાપ છોડી છે તે યુગો-યુગો સુધી અમર રહેશે. આ ભારતીય સંસ્કૃતિમાં એટલી હદે એકરુપ થઈ ગયા છે, કે આજે પણ ભારતના કોઈપણ શહેર કે ગામડામાં બે વ્યકિત મળે ત્યારે રામ રામ કે જયશ્રી કૃષ્ણ નો પ્રતિસાદ અવશ્ય કરે છે. એકબાજુ ગોપીઓનો તરખટ કનૈયો અને બીજી બાજુ ધીરગંભીર શ્રી રામ, ભારતવાસીઓના જીવનના દરેક પાસાઓને અનેક રંગે રંગે છે, અને જીવનની પરિપૂર્ણતાનો અહેસાસ કરાવે છે.
દરેક ભારતવાસીને જયારે પણ નકારાત્મકતાનો અહેસાસ થાય ત્યારે તેના મોમાંની શ્રી રામનું નામ અવશ્ય બોલાય છે. ગાંધીજીએ પોતાના જીવનના દરેક પાંસાઓમાં સત્યનિષ્ઠા ઝળકી ઉઠે છે. પછી તે પિતા પ્રત્યેની માતા પ્રત્યેની કે હોય કે ગુરુ કે પછી સમાજ પ્રત્યેની દરેક ભારતવાસી તેમનું ઉદાહરણ ટાંકે છે. આજે પણ રામરાજય વ્યવસ્થાને શ્રેષ્ઠ રાજયવ્યવસ્થા તરીકે ગણવામાં આવી છે. જયારે સમાજમાં સત્ય ઉપર અસત્યનો, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતાનો અને સદાચાર ઉપર દુરાચારનો અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમને પરાસ્ત કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરનાં બાર વાગ્યાનો તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તરની દક્ષિણ અને પૂર્વથી પચ્શ્મિ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહિ પણ એક એવા પુત્રની શરુઆત થયાની આપણને યાદ અપાવે છે. જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવા સાથે પણ એક મર્યાદા પુરુષોત્તમ સાથે એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્યતિત કર્યુ.

શ્રી રામે તેમના જીવનમાં લગભગ બધુ જ ત્યાંગીને છતાં પૂર્ણ પુરુષોત્તમ બન્યા. ઋષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી શ્રી રામના આર્દશ જીવનના દરેક પાસાઓને આપણી સમક્ષ રજુ કર્યા. રામના આર્દશો એટલા ઉંચા હતા કે તેમને સુખ દુઃખ વચ્ચે બહુ તફાવત જણાતો નહિ. રામરાજા દશરથના મોટાપુત્ર હોય રાજયાસન પર બેસવાનો તેમને હકક હતો. આ માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમને રાજયાસનનેં બદલે ૧૪ વર્ષ સુધી વનમાં ભટકવાનો પ્રસંગ ઉભો થયો છતાં પણ તેઓએ એકક્ષણનો પણ વિલંબ ન કર્યો, તેમણે હસતા મુખે બધુ જ છોડી દીધુ. કારણકે તેમને વ્યકિતગત સુખ કરતા પિતાના વચનો અને તેમના પ્રત્યેનો એક પુત્ર તરીકેનો આદર મુખ્ય હતા. અહિં તેમણે એક આદર્શ પુત્ર નું ર્દષ્ટાંત સમાજ સમક્ષ રજુ કર્યુ છે. રામના જીવનમાં કોઇના પ્રત્યે વ્યકિતગત વ્દેષને કોઈ સ્થાન નહોતું. માતા કૈંકેયીએ તેમને ૧૪ વર્ષ વનવાસ આપ્યો હોવાં છતાં પણ વનમાં ગયા પહેલા કે ત્યારપછી રાજગાદીએ બેઠા પણ માતા પ્રત્યે એક આદર્શ પુત્ર વર્તન કરે તેવું જ વર્તન કરેલું. રામના મૈત્રી ભાવ પણ ઉચ્ચકક્ષાનો હતો. સીતાજીની શોધમાં નીકળેલા શ્રી રામનો જયારે સુગ્રીવ સાથે મિલાપ થયો. ત્યારે તેમણે એક આદર્શ મિત્ર તરીકે સુગ્રીવનો સાથ આપેલો અને વાલીનો નાશ કરેલો. અહિં એક મિત્ર તરીકે સૌ પ્રથમ પોતે ફરજ બજાવી અને ત્યારબાદ સુગ્રીવની મદદ સીતાજીની શોધ કરવા અને તેમને રાવણના હાથમાંથી પાછા લાવવા માટે લીધેલી. શ્રી રામ અને સુગીવની મૈત્રીના બંધનો જીવનપર્યત અતુટ રહેલા. છેલ્લે જયારે રાજા સ્વર્ગારોહણે કરે છે ત્યારે સરયૂ નદીમાં પણ સુગ્રીવ તેમની સાથે જ હોય છે.
રામની અંદર કરુણાનો ભાવ પણ અનહદ હતો. રાવણના ચારિત્યહીન તેમજ દૂષ્ટતાપૂર્ણ જીવનથી કંટાળી વિભીષણ રામના પક્ષે ચાલી જાય છે, અને જયારે રામના હાથે રાવણનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો અગ્નિ સંસ્કાર કરવાનો પણ સાફ ઈન્કાર કરે છે, ત્યારે તેને સમજાવતા જણાવે છે કે જીવનમાં વેર-ઝેર કે શત્રુતા વ્યકિત જીવીત હોય ત્યાં સુધી અસ્તિત્વ હોય છે. વ્યકિતના મૃત્યુ સાથે તે તમામ બાબતો પૂર્ણ વિરામ લાગી જાય છે. વિભીષણ, જો તુ એક ભાઇ તરીકે રાવણનો અગ્નિ સંસ્કાર નહિ કરે તો એ ભાઈ તરીકેની ફરજ મારે બજાવવી પડશે. કેવો ઉત્કૃટ આર્દશ. હકિકતમાં રામના જીવનમાં વ્યકિતગત લાભાલાભ જેવું કશું હતું જ નહિ, તેનું જીવન એક જાહેર જીવન હતું અને સમાજ પ્રત્યેની ફરજ તેમની પહેલી ફરજ હંમેશા બની રહેલ. એટલે જ જયારે રામના સીતાજીના ત્યાગને વિવાદના વમળોમાં ઘસેડવામાં આવે છે. ત્યારે રામે પોતાના વ્યકિતગત હિતને બાજુએ મુકીને એક રાજાની પોતાની પ્રજા પ્રત્યેની ફરજ સર્વોચ્ચ સ્થાને છે તે આદર્શ રજુ કર્યો. હકિકતમાં તેમને સીતાજી પ્રત્યે પ્રેમ નહોતો એવું નહોતું એટલે જ જયારે રાજસુર્ય યજ્ઞ થયો ત્યારે સીતાજીની સોનાની મૂર્તી બનાવીને યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યુ. રામે તેમના જીવનમાં બધાનો જ ત્યાગ કર્યો અને બધુ જ મેળવ્યું પરંતુ મેળવ્યા બાદ પણ કશાનો મોહ કે લોભ રાખ્યો નહિ. વાલીના મૃત્યુ બાદ હાથમાં આવેલું કિષ્કિંધા નગરીનું રાજય સુગ્રીવને સોંપી દીધુ. લંકાનું રાજય વિભીષણને આપી દીધું. આમ, રામનવમી એટલે માત્ર રામનો જન્મ દિવસ જ નહિ પરંતુ એક મહાન વ્યકિતના આદર્શ જીવનની શરુઆત, ચાલો આપણે આ રામનવમીના દિવસે શ્રી રામને યાદ કરીએ અને તેના આદર્શ જીવનને અનુસરવાનું પ્રેરણા લઈએ.
Wednesday, March 25, 2009
ઝવેરચંદ મેઘાણી - 'રાષ્ટ્રીય શાયર'
ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાથા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્ક્રુતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્તા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગલેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેઓ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહીત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહીત્યનાં પરીચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાઈ થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુર્બાનીનાં પુષ્પો' ની રચનાં કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'કાવ્ય ત્રુપ્તી' ની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમી નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.
૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.
---------જીવન ઝરમર---------
નામ : ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮-૦૮-૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ : ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર : મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ : સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું
ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્તા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગલેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેઓ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહીત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહીત્યનાં પરીચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાઈ થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુર્બાનીનાં પુષ્પો' ની રચનાં કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર 'કાવ્ય ત્રુપ્તી' ની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમી નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોશીકથી સન્માનવામાં આવ્યું હતું અને તેજ વર્ષે તેમને ગુજરાતી સાહીત્ય પરીશદનાં સાહીત્ય વિભાગનાં મુખ્યા તરીકે નીમવામાં આવેલાં.
૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય હુમલામાં તેમના બોટાદ સ્થીત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.
---------જીવન ઝરમર---------
નામ : ઝવેરચંદ મેઘાણી
જન્મ : ૨૮-૦૮-૧૮૯૭ ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુ : ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ) બોટાદ, ભાવનગર, ગુજરાત
વ્યવસાય : સાહિત્યકાર (કવિ, લેખક)
જીવન ઉપર અસર : મહાત્મા ગાંધી
મુખ્ય કૃતિ : સૌરાષ્ટ્રની રસધાર ૧-૫, શિવાજીનું હાલરડું
Subscribe to:
Posts (Atom)